રાપર તાલુકામાં આવેલા ગામ લક્ષ્મીનારાયણ મંદિરના પુન: નિર્માણ વખતે શિલાઓ મળી આવી મહાભારતકાળમાં પાંડવોના અજ્ઞાતવાસની સાક્ષી બનેલી વિરાટનગરી જે હાલનું ગેડી ગામ કે, જ્યાં તાજેતરમાં કહેવાતા પાંડવકાળના પુરાતન લક્ષ્મીનારાયણ મંદિરના પુન: નિર્માણ હેતુ પાયા ખોદતાં ધરતીના ગર્ભમાંથી મોટા પ્રમાણમાં સફેદ પથ્થરોની શીલાઓ મળી આવતાં ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.
લોકવાયકા મુજબ જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ ગાળ્યો હતો અને બૃહલ્લાએ અહીં ઉત્તરાને નૃત્ય, વાધ્ય અને ગીત શીખવ્યા, ભીમે જીમૂત મલ્લને ચોગાનમાં પટકયોથી લઇને માલસર તળાવ પાસે ઉતરા અને અભિમન્યુના લગ્નોત્સવ ઉજવાયોની વાતો તો ઘરે-ઘરે જાણીતી છે જ ત્યારે ખૂદ પાંડવો દ્વારા નિર્મિત જેમાં ખુદ ભીમે પથ્થરો મુક્યા છે.
તે એવા મહાભારતકાળના મંદિર તરીકે જાણીતા ગેડીના લક્ષ્મીનારાયણ મંદિરના પુન: નિર્માણ માટે પાયાનું ખોદકામ કરતા નીકળેલા સફેદ પથ્થરોથી આ લોકવાયકાઓને સમર્થન મળ્યું હોવાનું જણાવી ગ્રામજનોએ અહીં સંશોધન કરાય તેવી માગણી કરી હતી.
લક્ષ્મીનારાયણ મંદિરના પુન: નિર્માણનું કાર્ય મુંબઇ, વલસાડ વસતા ગેડીના યુવકોએ ૨૫ લાખના ખર્ચે હાથ ધર્યું છે. હાલે પુરજોશમાં કામગીરી ચાલુ છે. ત્યારે ગામમાં પ્રચલિત લોકવાયકા પ્રમાણેના ભીમના હાથે નખાયેલા પથ્થરો નીકળ્યાનું ગામના યુવાનોએ જણાવ્યું હતું.
મહપિતસિંહ વાઘેલા તથા અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મહાભારતકાળના વિરાટપર્વમાં પાંડવોના અજ્ઞાતવાસથી લઇને ગેડીમાં પ્રાચીનતમ અવશેષો જોવા મળે છે તેમજ ગેડી પૂર્વકાલિન સમયમાં ધૃતપદી ગુર્જર મહારાજ્યના ધૃતપદિ મંડલનું મખ્ય શહેર પણ રહી ચુકર્યું હોવાની વાતો પ્રચલિત છે.
ત્યારે જુની જાહોજલાલીના વેર વિખેર પડેલા અવશેષોને એક તાંતણે સાંધવા તેમજ વિરાટનગરીના વિરાટપર્વને જીવંત કરવા ગેડી સંશોધન ઝંખે છે. જો સંશોધન હાથ ધરાય તો અનેક ઐતિહાસિક પૃષ્ઠ ખુલશે અને ગેડી પ્રવાસનધામ તરીકે વિકસી શકશે. તેવું ગ્રામજનોએ કહ્યું હતું.
ઈતિહાસના પૃષ્ઠ પર પણ મંદિર હોવાના પુરાવા છે
મહંમદ ગઝનવીના સમયગાળા દરમિયાન લક્ષ્મીનારાયણ મંદિર હતું. ત્યારબાદ સંવત ૧૮૭૫માં મંદિરનું પુન: નિર્માણ કરાયું જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ભૂકંપ આવતા મંદિર જર્જરિત થઇ જતાં હાલે પુન: નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે. એવી લોકવાયકા છે કે, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ મંદિર બનાવ્યું હતું, જેમાં ભીમે ખુદ પથ્થરો મૂકી ચણતર કર્યું હતું.
ગેડી પ્રાચીનનગરીની સાખ પૂરતા અવશેષો
ગેડીમાં ઠેકઠેકાણે ૧૫મી સદીથી ૧૭મી સદી સુધીના ઉલ્લેખો સહિતના વિવિધ પાળિયા આકર્ષણનું કેન્દ્ર છે. પાિળયાઓમાં સૂર્ય, ચંદ્ર, પોપટ, પુષ્પ, અશ્ચ વગેરે ચિહ્નો, રથ વગેરેની કોતરણી અસાધારણ હોઇ રહસ્યો સજેઁ છે. ગામમાં જમીનમાં ભોયરાં આવેલાછે. તેમજ જૂના મંદિરો વગેરે પુરાતન વાતો તેમજ ગેડી પ્રાચીનનગરી હતી તેની સાખ પૂરે છે. (સૌજન્ય : દિવ્યભાસ્કર)
No comments:
Post a Comment